જાયન્ટ જતો હતો ને રસ્તામાં આ ડોલરની નોટ 'જડી'. જડી એટલે નથી કહેતો, કારણકે હું લઈ ન શક્યો, ખરેખર તો એ પડી હતી ને મેં જોઈ એવુ કહેવાય્. કેમ ન લીધી એવુ પુછો છો? મન નહોતુ થયુ એવુ તો સાવ નહોતું- અહિં રસ્તે ચાલતુ કોઈ નથી હોતુ ને કોઈએ મને એ ઉઠાવતા ન જોયો હોત. હા, ઈશ્વર ધણી છે. ખરુ કહુ તો જો ભારતમાં હોત અને પચાસ કે સો રુપિયા પડ્યા હોત તો લઈ તો લીધા હોત પણ મંદિરમાં નાખી દીધા હોત. અહી તો મંદિર ક્યારે જવાશે એ ખબર નથી ને વળી એ પણ હજુ મારા મગજમાં બેઠુ નથી કે ડોલરમાં પણ દાન થઈ શકે! આ પોસ્ટ લખી ત્યારે ખબર નહોતી કે બીજાની વસ્તુ નહિ અડકવાનું તો આ સમાજમા બહુ સામાન્ય છે. મારા શરૂઆતના દિવસોમા લખેલી આ નાનકડી નોટ આજે પોસ્ટ કરું છું ત્યારે થાય છે કે સારું થયું થોડી આવી સમજણ હું લઇને આવ્યો હતો. અહી કામ આવે છે!
જો કે ઇકોનોમિક્સમાં એક રમુજ એવી પણ છે કે તમને સાઈડવોક પર ડોલરની નોટ જડે નહિ કારણકે જો પડી હોય તો કોઈ એ તો લઇ જ લીધી હોય! એ સંદર્ભમા અહીની એક વાત ઉડીને આંખે વળગે - એક પણ ડોલર કોઈ વસ્તુ માટે મળે એમ હોય તો એનો ધંધો કોઈકેતો કર્યો જ હોય!!! ધંધાની એક પણ તક અહી જતી કરવામા આવતી નથી એવું લાગે - જેણે આપણે વ્યાપારી સાહસવૃત્તિ (entrepreneurship) કહીએ છીએ એની કોઈ ખોટ આ સમાજમાં નથી. એ રીતે ડોલરની નોટ નહિ ઉપાડવાનું વલણ બિલકુલ યોગ્ય ન ગણાય!
No comments:
Post a Comment